Issue : 6, March-April 2021

AUTHOR NAME : Ranjan H. Parmar

આચાર્યએ સમગ્ર શાળાના વ્યવસ્થાકીય વડા તરીકે કાર્ય કરવાનું હોય છે. સૂઝ,ખંત,વિવેક,પ્રયોગશીલતા,વ્યવહારિકતા જેવા ગુણો દ્વારા શાળાને અસરકારક નેતૃત્વ આપવાનું હોય છે. શાળાઓની અસર સમાજજીવન પર થવી જોઈએ, માટે પ્રસ્તુત સંશોધન એ ભુજ તાલુકાની માધ્યમિક શાળાઓના આચાર્યોની સમસ્યાઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ છે. પ્રસ્તુત સંશોધનમાં વ્યાપવિશ્વ તરીકે ભુજ તાલુકો હતો અને નમૂના તરીકે ભુજ તાલુકાની 20 માધ્યમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. સંશોધનના ચલોમાં સ્વતંત્ર ચલ તરીકે જાતિયતા, શૈક્ષણિક અનુભવ, આચાર્યની લાયકાત નો સમાવેશ કરવામાં આવેલ હતો. સંશોધનનો હેતુ આચાર્યોની જાતિ,શૈક્ષણિક અનુભવ, શૈક્ષણિક લાયકાતને આધારે તેમને નડતી સમસ્યાઓ જાણવાનો હતો. સંશોધનનું ક્ષેત્ર શૈક્ષણિક સંચાલન અને વહીવટને લગતું હતું. સંશોધનનો પ્રકાર વ્યાવહારિક સંશોધન પ્રકારનો હતો. સંશોધન પદ્ધતિમાં શાળાકીય સર્વેક્ષણ પદ્ધતિ હતી. ઉપકરણ તરીકે સ્વરચિત સમસ્યાસૂચિ પસંદ કરેલ હતી.પ્રાપ્ત માહિતીના વિશ્લેષણના અંતે મળેલ તારણમાં આચાર્યની જાતિ કે શૈક્ષણિક અનુભવ અથવાતો શૈક્ષણિક લયકાતના આધારે શાળાકીય સંચાલનમાં કોઈ ખાસ તફાવત જોવા મળેલ નહીં. માત્ર સ્ત્રી આચાર્યોને પુરુષ આચાર્યો કરતાં વહીવટી કામમાં થોડી મુશ્કેલીઓનો અનુભવ વધુ થાય છે

SHARE THIS POST